બનાસકાંઠા : એલસીબી પોલીસને મળી સફળતા

admin
1 Min Read

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ રૂ.૬,૬૦૯૦૦/-ના મુદૃામાલ સાથે ગાડી ચાલકને પકડી પાડ્યો હતો.એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ અર્જુનસિંહ,ઈશ્વરભાઈ, શંકરભાઇ, ભરતભાઈ ગજેન્દ્રદાન ડીસા રૂરલ પોલીસ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન બાતમીના આધારે કુચાવાડા ગામેથી WR-V ગાડી નં. GJ-01-HX-2451માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૫/- કિ.રૂ.૧,૪૨,૫૦૦/-તથા મોબાઇલ નંગ ૨ રૂ.૫૫૦૦/- તથા રોકડ રૂ. ૧૨૯૦૦/-તથા WR-V ગાડી નં. GJ-01-HX-2451 કિ. રૂ. ૫૦૦૦૦૦/-એમ કુલ કિ.રૂ.૬,૬૦૯૦૦/-ના મુદૃામાલ સાથે રાવતારામ પૂરકારામ ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી હતી….

Share This Article