સાબરકાંઠા : સાબરકાંઠાના ખેડબ્રહ્મા હરણાવ નદીમાં ખાણ ખનીજ વિભાગની રેડ

admin
1 Min Read

જિલ્લામાંબેરોકટોક ચાલી રહેલી ખનીજચોરીને ડામવા ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં હિટાચીમશીન સહિતનો ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ખેડબ્રહ્મા તાલુકામાં ખનિજ ચોરી બેફામ બની છે. નદીઓમાંથી પાસ પરમીટ વગર ગેરકાયદે ખનિજ ચોરી કરી સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાનું નુકશાન કરાવે છે.

ત્યારે ખેડબ્રહ્માના મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાંથી ખનિજ ચોરી થતી હોવાની જાણ ખાણ-ખનિજ વિભાગને થતા તપાસ હાથ ધારી હતી જેમાં હરણાવ નદીમાં ભૃગુઋષિ મંદિરની પાછળના ભાગે રેતીની ચોરી થતી હતી. ત્યારે ખાણ-ખનિજ વિભાગે રેડ કરી હિટાચીમશીન સહિતનો ૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હિટાચીમશીન ઝડપાઇ જતા નદીમાંથી ખનિજ ચોરી કરતા તત્વોમાં ભય પ્રસરી જવા પામ્યો છે.

Share This Article