બનાસકાંઠા : 7 વર્ષીય બાળકીએ રચ્યો રેકોર્ડ

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી 7 વર્ષની દિતિ ત્રિવેદી શ્રીમદ્ ભાગવત ગીતાના અધ્યાય 1 ના 1 થી 20 સ્લોક માત્ર ગણતરીની મિનિટમાં કોઈ પણ ભૂલ કર્યા વગર મોઢે બોલી આ 7 વર્ષની વિધાર્થીની ઇન્ડિયા બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મેળવ્યું છે. મળતી વધુ માહિતી અનુસાર દિયોદરમાં આવેલ વાત્સલ્ય સ્કૂલમાં ધોરણ 2માં અભ્યસ કરતી 7 વર્ષની દિતિ ત્રિવેદી કે જે શ્રીમદ્ ભાગવત ગીતાના અધ્યાય એકના એકથી વિસ શ્લોક જોયા વગર 3 મિનિટ અને 47 સેકન્ડમાં મોઢે કડકડાટ બોલી જતા દિતિ ત્રિવેદીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જો કે શ્રીમદ્ ભાગવત ગીતાના સંસ્કૃત શ્લોક દિતિ ત્રિવેદી ગણતરીની મિનિટમાં કડકડાટ વાંચી જતા સ્પ્લેડીડ મેમરી કેટેગરીમાં સ્થાન મળતા અને રેકોડ નોંધાતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી દિતિ ત્રિવેદીને ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર સાથેની કીટ પણ એનાયત કરવામાં આવી છે. જે શાળા સંચાલકો દ્વારા આજે જેમના પરિવાર વચ્ચે દિતિને આપી સન્માનિત પણ કરવામાં આવી હતી .

Share This Article