બનાસકાંઠા : કોરોના સંક્રમણની આસ્થા પર અસર

admin
1 Min Read

ગુજરાતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાએ ફરી એકવાર લોકોની આસ્થા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે ફરી એકવાર રાજ્યના મોટા મંદિરોના દ્વાર બંધ થવા લાગ્યા છે. ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. પરંતુ તેમછતાં લોકો માતાજીના મંદિરોમાં રૂબરૂ દર્શન કરી શકશે નહી, કારણ કે મોટાભાગના મંદિરો બંધ રહેશે. જેમાં કોરોના સંક્રમણને લઈને યાત્રાધામ અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી માઇભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટીએ તંત્રએ ભાવિક ભક્તો માટે મંદિર પરિસર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભક્તો માતાજીના ઓનલાઈન દર્શન કરી શકશે. કોરોનાની સ્થિતિને લઈને સરકારના પરિપત્ર બાદ આગામી 30 એપ્રિલ સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવાનો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ધામ એવા અંબાજી મંદિર પરિસરને ભાવિક ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતુ

Share This Article