ભરુચ : ભરુચનું તંત્ર સરકારી તાયફા બંધ કરે : કોંગ્રેસ

admin
1 Min Read

હાલ ભરુચ સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે, ભરુચ જિલ્લાનું તંત્ર સરકારી તાયફામાં વ્યસ્ત બન્યુ છે. આ આક્ષેપો ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણાએ કરી હતી. ભરૂચ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કેવી દારૂણ અને કરુણ બની રહી છે તેં અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું હતું કે  ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા કોરોનાને લગતા કોઇ કામ કરવામાં આવતા નથી માત્ર તાયફા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ દ્વારા એવી પણ ટીકા કરવામાં આવી હતી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે કોવિદ કેર સેન્ટર ઉભા કરવાની વાત કરવામાં આવી રહી છે પરંતું પ્રાથમિક આરોગ્ય કેદ્ર પાસે પૂરતો સ્ટાફ નથી. જેના કારણે કોરોનાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

Share This Article