પાલનપુરના ઘુમ્મર પાર્ટી પ્લોટમાં ચોથા નવરાત્રીનો રંગ જામ્યો. ખેલૈયા અવનવા સ્ટેપ સાથે અને અવનવી વેશભૂષા સાથે માના ચોથા નવરાત્રીનો રંગ જમાવ્યો હતો. જોકે ઉંમર પાર્ટી પ્લોટમાં પણ આ ખેલૈયાઓ મન મૂકીને મુક્ત મને ગરબે ઘૂમી શકે તે પ્રકારનું એક ખાસ આયોજન પણ કર્યું હતું. જે પ્રકારે વરસાદનું વિઘ્ન ન હતું અને ત્રણ નવરાત્રમાં વરસાદે પાર્ટી પ્લોટના આયોજકોની પણ ચિંતા વધારી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા જ પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા અને નવરાત્રીના ચોથા દિવસે નવરાત્રિનો રંગ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ત્યારે હવે નવરાત્રિનો રંગ જામ્યો છે અને ખેલૈયાઓ આગામી નવરાત્રીના દિવસોમાં પણ અવનવી વેશભૂષા સાથે અવનવા સ્ટેપ્સ સાથે ગરબે ઘુમવા સજ્જ છે.