શાહિબાગ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અક્ષરનિવાસી થયા, મંગળવારે સવારે નેનપુર શાંતિવન ખાતે કરાશે અંતિમ સંસ્કાર

admin
1 Min Read

શાહિબાગ ખાતે આવેલ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પૂર્વ કોઠારી સ્વામી ૬૯ વર્ષીય પૂજ્ય સત્સંગીજીવન સ્વામી સોમવારે અક્ષરનિવાસી થયા છે.વર્ષો સુધી શાહિબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી તરીકે સેવા આપનાર પૂજ્ય સત્સંગીજીવન સ્વામી અક્ષરનિવાસી થયાના સમાચાર મળતા જ હરિભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું…આ અંગે  સંસ્થાના સદ્‌ગુરુ સંત પૂજ્ય સાધુ સ્વયંપ્રકાશદાસ (ડોક્ટર સ્વામી) દ્વારા આપવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે “સખેદ જણાવવાનું કે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદના પૂર્વ કોઠારી સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સત્સંગીજીવનદાસ સ્વામી સોમવારે બપોરે ૩.૧૫ વાગે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા છે…સંસ્થાના સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10-3-2020ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ તેઓનો અંતિમપૂજન વિધિ થશે અને ત્યારબાદ તેઓની અંતિમયાત્રા નીકળશે. તેઓનો અંતિમ સંસ્કાર નેનપુર શાંતિવન ખાતે સવારે 10:30 કરવામાં આવશે. સર્વે હરિભક્તોએ તેની ખાસ નોંધ લેવી..

ઉલ્લેખનીય છે કે, પૂજ્ય સત્સંગીજીવન સ્વામીએ ૪૨ વર્ષ સુધી  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગના કોઠારી પદે રહી સેવા આપી છે. સાથોસાથ અમદાવાદ ખાતે ૩૫ જેટલા સંસ્કાર ધામનાં નિર્માણમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જ તેમણે કોઠારી પદે રહીને બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજ તેમજ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય મહંત સ્વામીનો પણ ખૂબ જ રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

Share This Article