Women’s day : અમદાવાદ ખાતે યોજાઈ કાર રેલી, મોટી સંખ્યામાં લીધો મહિલાઓએ ભાગ

admin
1 Min Read

આંતતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે hyundai motors india ltd તરફથી એક ખાસ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડ તરફથી હ્યુન્ડાઈ વેન્યુ વુમન્સ ડે કાર રેલીનું આયોજન કરાયું હતું. આ કાર રેલીમાં 50થી વધુ એક્ટીવ વુમન કસ્ટમરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રેલીને HMILના રીજનલ મેનેજર નિશાંત કપિલ, સેલ્સ મેનેજર ધ્વનિશ પટેલ, રાજેશ શર્મા, કરન શિવનાની, ડીલરશીપ કર્ણાવતી હ્યુન્ડાઈથી મિ.દલજીત બગ્ગા તથા ટીમ MYFM આરજે ચાર્મી અને આરજે મયંકના હસ્તે  પ્રસ્થાન કરાવામાં આવી હતી.

આ રેલીના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વુમન્સ ડેના દિવસે મહિલાઓને પ્રોત્સાહન આપવા અને વેન્યુ કારને ઈન્ડિયન કાર ઓફ ધ યર 2020 એવોર્ડ મળવાની ખુશીમાં કરવામાં આવ્યું હતું.આ રેલી અમદાવાદથી 100 એકર ક્લબ સુધી યોજાઈ હતી. મહત્વનું છે કે 100 એકર રીસોર્ટમાં સવારથી સાંજ સુધી અલગ અલગ આકર્ષક પ્રવૃત્તિનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ મહિલા દિવસને ખાસ અને યાદગાર બનાવ્યો હતો.

Share This Article