રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે પાડ્યો ખેલ, કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા

admin
1 Min Read

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું આપવાની સાથે જ કોંગ્રેસ ક્લિન બોલ્ડ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 2020ની રાજ્યસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ કોંગ્રેસમાંથી કુલ 8 રાજીનામાં પડી ચુક્યા છે. હવે કોંગ્રેસના બીજા ઉમેદવારની જીત શક્યતા પાંખી છે. જ્યારે ભાજપે જીતની પોતાની પકડ વધુ મજબુત કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસના તૂટવાની શરૂઆત થઇ વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતું ચૌધરી બાદ આજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે.

જોકે કોગ્રેસના ધારાસભ્યો તુટવુ એ કંઇ નવી બાબત નથી. માર્ચ ૨૦૨૦ માં કોગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં જે વી કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારું, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

જે પૈકી કોઇ હજુ ભાજપમાં જોડાયા નથી. જોકે ઘણા એવા કોંગ્રેસના નેતાઓ છે કે જે કોગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજીનામાનો દોર યથાવત છે. અત્યાર સુધી કુલ 8 ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે.

 

Share This Article