આત્મનિર્ભર ગુજરાત માટે સરકારની મોટી જાહેરાત

admin
1 Min Read

કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી દ્વારા 14 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વીજળી બિલ માફ કરવાનો પણ નિર્ણય લીધો છે. 100 યુનિટ વીજબિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..મળતી માહિતી મુજબ, કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ તેજ કરવા માટે ગુજરાત સરકારે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.

કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે રચેલી કમિટિની ભલામણોના આધારે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કમિટિએ ત્રણ દિવસ પહેલા સરકારને રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મંત્રીઓ, અધિકારીઓ, વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠકો કર્યા બાદ રાજ્ય સરકારે આ પેકેજની જાહેરાત કરી છે. પેકેજમાં 2300 કરોડની વીજ બિલ, વાહન કર તથા પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈઓ છે. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે.

Share This Article