અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો કરાયો રદ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 71 હજારથી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત તહેવારો પર પણ કેટલાક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. તેવામાં હવે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

(File Pic)

જે અંતર્ગત ભાદરવી પૂનમનો મેળો કોરોનાના સંક્રમણને જોતા રદ્દ કરવામાં આવ્યો છે. તેમજ ભાદરવી પૂનમે યોજાતા કેમ્પ અને પદયાત્રા પર પણ પ્રતિબંધ મુકાયો છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

(File Pic)

ભાદરવી પૂનમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થશે તેવી ભીતિને લઇને કલેકટરે મેળા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધને લઇને તારીખ 24 ઓગસ્ટથી લઇને 4 સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી મંદિર બંધ રાખવામાં આવશે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતું કે, ભાદરવી પૂનમ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે માં અંબાના દર્શનનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. તેમજ વિશ્વ કલ્યાણ અર્થે યોજાતો હવન યથાવત રહેશે. જ્યારે ભાદરવી પૂનમે યોજાતા કેમ્પ અને પદયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

Share This Article