ભરૂચ : મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા 4 નરાધમો પકડાયા

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના એક ગામમાં લઘુશંકાએ ગયેલી મહિલા પર ચાર યુવાનોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ગામ લોકો ત્યાં પહોંચી જતા ગામની મહિલાઓએ ચારેય નરાધમોને ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં આજે સવારના સમયે મહિલા લધુશંકાએ જવા નીકળી હતી. આ સમયે રસ્તામાં ચાર યુવાનોએ મહિલાને રોકી દીધી હતી. અને તેઓ મહિલા સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા. જોકે મહિલાઓ પ્રતિકાર કરતા મહિલાના મોઢામાં કાદવ ભરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ત્યાંથી નીકળી રહેલી કેટલીક મહિલાઓએ આ દ્રશ્ય જોઇ જતા ચારેય નરાધમોને પકડી પાડ્યા હતા. અને મહિલાઓએ પકડીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ગામ લોકોએ ચારેય શખ્સોને પોલીસ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article