ભરૂચ : સેવાશ્રમ રોડ ઉપર આખલા બાખડ્યા

admin
1 Min Read

ભરૂચ શહેરમાં દિવાળીની ધરાકીની શરૂઆત થઇ છે તેવામાં લોકોની અવરજવરથી ધમધમતાં સેવાશ્રમ રોડ પર બે આખલાઓ બાખડતાં નાસભાગ મચી હતી. રખડતા પશુઓના માલિકો સામે નકકર કાર્યવાહી નહિ થતાં લોકોમાં રોષ ફેલાયો છે.ચોમાાસાની શરુઆત થતાંની સાથે પશુપાલકો તેમના પશુઓને ઘાસચારની શોધમાં છુટા મુકી દેતાં હોય છે. રખડતા બનેલા પશુઓ રસ્તાઓ તથા કચરાપેટીઓની આજુબાજુ આસપાસ અડીંગો જમાવી દેતાં હોય છે. રખડતા પશુઓના કારણે શહેરમાં ભુતકાળમાં અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે. દર વર્ષે રખડતા પશુઓ જાનહાનિ નોતરે છે અને પાલિકા રખડતા પશુઓને પકડી કામગીરી કર્યાનો સંતોષ માણતી હોય છે. વર્ષોથી આ સીલસીલો ચાલ્યો આવતો હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. હાલ બજારોમાં દિવાળીની ખરીદી નીકળી રહી છે તેવામાં ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ શુક્રવારે બપોરના સમયે બે આખલાઓ વચ્ચે યુધ્ધ થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. મુખ્ય રસ્તા પર આખલાઓ બાખડી રહયાં હોવાથી લારી અને દુકાનધારકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકા અને પોલીસ વિભાગ પશુઓને રખડતા મુકી દેનારા પશુપાલકો સામે પગલાં ભરતી નહિ હોવાથી ભરૂચવાસીઓમાં રોષ જોવા મળી રહયો છે.

Share This Article