ભાવનગર : તળાજાના બાપડા ગામે શાળામાં ગેરરિતી

admin
1 Min Read

બપાડા ગામે પ્રાથમિક શાળામાં ધો.6થી ધો.8ની પરીક્ષામાં ધો.6-8માં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સામૂહિક ચોરીનો મામલો સામે આવ્યો હતો અને બાદમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરાએ તપાસ કર્યા બાદ આ સમગ્ર કિસ્સામાં જવાબદાર બન્ને બ્લોકના ખંડ નિરીક્ષક રાજેન્દ્રસિંહ કે. ગોહિલ, જતીનભાઇ જિંજાળા તેમજ બાહ્ય નિરીક્ષક ધારડી પ્રાથમિક શાળાના વિક્રમસિંહ જે. સોલંકી અને શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ જોષી(લાધવા)ને ફરજમાં ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આવતી કાલ તા.18ના રોજ લેવાનારા સંસ્કૃત વિષયના પેપર માટે બાહ્ય ખંડ નિરીક્ષકો તેમજ અન્ય તાલુકાના વર્ગ-2ના અધિકારીને પરીક્ષાના નિરીક્ષણની કામગીરી સોંપવામાં આવી છે. બપાડા ગામે પ્રાથમિક શાળામાં તા.12 ઓક્ટોબરના રોજ ધો.6થી 8માં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ગંભીર ગેરરીતિની ફરિયાદ આવી જેમાં ખુદ શિક્ષકો દ્વારા બાળકોને સમૂહમાં ચોરી કરવાતા હોવાનો પણ સમાવેશ થતો હતો. આથી ડીપીઇઓની અધ્યક્ષતામાં ટીમ રચી આકસ્મિક સ્થળ તપાસ કરી હતી. સી.સી.ટી.વી.ના ફૂટેજ જોતા બાળકો સામૂહિક ચોરી કરતા માલૂમ પડ્યા હતા. ખંડ નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવેલ શિક્ષકોની ગંભીર ક્ષતિ સામે આવી હતી. સાથે આચાર્ય અને બાહ્ય નિરીક્ષક તરીકે મુકવામાં આવેલા ધારડી પ્રાથમિક શાળાના શિક્ષકની પણ ગંભીર બેદરકારી સામે આવી હતી.

Share This Article