ભરૂચ જિલ્લાના આમોદ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પુત્ર સહિત પિતાનું નિધન થતા હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. માતેલા સાંઢની માફક દોડી રહેલા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોંઢ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં સારવાર લઈ રહેલા 12 વર્ષીય પુત્રનું પણ મોત નીપજ્યું છે ..આમોદ તાલુકાના રોંઢ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ આક ત્રણ થવા પામ્યો
આમોદથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ રોંઢ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું એક જ પરિવારના બે મોભીના મોતથી પરિવાર સહિત ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે 12 વર્ષીય પુત્રનું પણ હાલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના એહવાલો સાંપડ્યા છે.. અકસ્માતના કારણે આ પરિવારનો માળો એક ઝાટકે વિખરાય ગયો હતો. એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોના મોત નિપજતા ધમણાંદ ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.
