ભરૂચ શહેરના બી ડીવીઝન પોલીસ મથકે રેપીડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સાથે મળીને ફ્લેગ માર્ચ યોજાઇ હતી ભરૂચ જિલ્લા મથકના ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
આયોજિત ફ્લેગ માર્ચ માં રેપિડ એક્શન ફોર્સના જવાનોએ શિસ્તબદ્ધ રીતે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી પરત બી ડિવિઝન પોલીસ મથકે પરત ફર્યા હતા. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરના સંવેદનશીલ વિસ્તારોનો અભ્યાસ કરવા તેમજ નાગરિકો માં સલામતીની ભાવના પ્રબળ બનાવવા માટે માટે ફ્લેગ માર્ચ યોજાઇ હતી. રેપિડ એક્શન ફોર્સ ના જવાનોની ફ્લેગ માર્ચ ના પગલે શેહરીજનોમાં કુતૂહલ સર્જાયું હતું…
