અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એરો ગ્રીનટેક લિમિટેડ કંપની પ્લોટ નંબર 5311માં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે લાગેલી ભીષણ આગ પ્લાન્ટના ઉપલા માળ સુધી પહોંચી જવા પામી હતી. જ્યારે આ આગને લઈને પ્લાન્ટ પૂરેપૂરો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો અને ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ફાયર ફાયટરો દ્વારા આશરે ૮ થી ૧૦ ફાયર બંબા લઈને આગ ઓલવવાની શરૂઆત કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જ્યારે કોઈ જાતનું નુકસાન થયું ન હતું પરંતુ કરોડો રૂપિયાનો પ્લાન્ટ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોક ટોળા એકત્ર થયા હતા. જેને પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -