ભરૂચ : નેત્રંગમાં વાવાઝોડાની અસરથી કેળ અને કેરીના પાકને ભારે નુકસાન

admin
1 Min Read

તાઉ તે વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવનના પગલે નેત્રંગ તાલુકાના કેળ અને કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દદીઁઓના વધારાની સાથે એકાએક તાઉ તે વાવાઝોડાની અસરના ભાગરૂપે ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસથી પવન તેજગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે. તેજગતિના વાવાઝોડાના કારણે વીજકંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો,ભારે ગરમી-બફાળાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી…

જેમાં મુખ્યત્વે તાઉ તે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી,જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો,અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી,૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે,ખેડુતને ખાતર,બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી,ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે,તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે,આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે…

Share This Article