વડોદરા : નર્સિંગ સ્ટાફની અચોક્કસ મુદતની હળતાળ સમેટાઇ

admin
1 Min Read

કોવીડ જેવી ગંભીર મહામારી વચ્ચે પોતાના જીવન પોતાના પરિવારની પરવાહ કર્યા વિના સતત રાત દિવસ પોતાની ફરજ બજાવી રહેલા પ્રથમ હરોળના કોરોના યોધ્ધાઓમાંના એક નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણીઓ મુદ્દે સરકારને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા હતા જેમાં મુખ્યત્વે આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવે જ્યારે ગુજરાતમાં ચાર હજાર જેટલી નર્સિંગમા જગ્યાઓ ખાલી છે ત્યારે આઉટસોર્સિંગ પ્રથા હટાવી કાયમી કરવામાં આવે, સમાન કામ, સમાન વેતન, કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ નર્સિંગ એલાઉન્સ, સ્ટાઇપન્ડમા વધારો કરવા જેવી મુખ્ય માંગણીઓ સંદર્ભે સરકાર પાસે માંગણીઓ કરવા છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના મુદ્દે સમગ્ર ગુજરાતમાં થી સરકારી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફે સરકાર સામે બાંયો ચઢાવી હતી

શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા હળતાળ પર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના પગલે એસ.એસ.જી.ના સુપ્રિટેન્ડન્ટ ની મુખ્ય કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે નર્સિંગ સ્ટાફે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.પરંતુ સરકાર સાથેની વાતચીત બાદ તા.25મે ના રોજ સરકાર દ્વારા સમગ્ર મામલે ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવતા આજથી આ હળતાળ સમેટાઇ હતી અને નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ પર પરત ફર્યા હતા.

Share This Article