ભરૂચ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ અનુસૂચિત જાતિના કે ઓબીસી જ્ઞાતિના એ બાબતે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મળતી વિગતવ અનુસાર ભરૂચ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ અનુસૂચિત જાતિના કે ઓબીસી જ્ઞાતિના એ બાબતે વિવાદનો મધપૂડો છંછેડાતા સમગ્ર મુદ્દો નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
અમિત ચાવડા 1999 માં પોતાની જ્ઞાતિ હિન્દુ દરજી તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જ્યારે 1997 માં પ્રમાણપત્રમાં હિન્દુ માયાવંશીનો ઉલ્લેખ કરાતા દસ્તાવેજી પુરાવા સાથે છેડછાડ થઇ હોવાના આક્ષેપ સાથે મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. બે માસના ટૂંકા ગાળામાં જાતિ બદલાય હોવાના પુરાવા પત્રકાર પરિષદમાં રજૂ કરાયા હતા. ચૂંટણી વિભાગના અધિકારીઓએ પણ ફોર્મ ચકાસણીમાં પણ ગોબાચારી કરી હોવાના આક્ષેપ થયા હતા