ભરૂચ : દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ નગરમાં નિશુલ્ક માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું…

admin
1 Min Read

દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરુચ એ આરોગ્ય , શિક્ષણ, જરૂરિયાતમંદ બહેનોની રોજગારી તેમજ બાળકોના  વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ છે. કોરોના મહામારીના સમયમાં દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં  બે લાખ થી વધારે  માસ્ક બનાવવામાં આવ્યા છે  જેથી કોરોના મહામારીના સમયમાં દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ નગરમા નિશુલ્ક માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ તેમજ પોલીસની મદદથી તેમજ નેત્રંગ પોલિસ સ્ટેશનના  પી.એસ.આઈ એન.જી.પાંચણી આગેવાનીમા પંચાયત ભવન સહીત આજુબાજુના વિસ્તારમાં  4000 જેટલા કોટન ફેસ માસ્કનુ નિશુલ્ક વિતરણ  કરવામાં આવ્યુ હતું.દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ ધ્વારા કોરોના મહામારી દરમિયાન જરૂરમંત  વર્ગ ને મફતમાં માસ્ક વિતરણનું કાર્ય નિરંતર રીતે કરી રહ્યા છે. નેત્રંગના સરપંચ સીમાબેન બાલુ ભાઈ વસવા તેમજ નેત્રંગ પોલીસ મથકના પી.એસ. આઈ. એન.જી.પાંચણી એ દેસાઇ ફાઉંડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article