સાબરકાંઠા : તલોદ મામલતદાર સહિત કચેરીનો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યા

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ ૮૨ પોઝિટિવ કેસ જાહેર કરાયા છે. ત્યારે તલોદ મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ તેના ભરડામાં આવ્યા છે.મળેલી માહિતી પ્રમાણે, તલોદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમા કોરોનામાં કામ કરતાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ તેનો શિકાર બની રહ્યા છે. મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા સ્ટાફને પણ કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.

 

 

મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ૭ જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. મામલતદાર કચેરીના ૩ નાયબ મામલતદાર, ૧ ક્લાર્ક અને 3 તલાટી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.  ગઈ કાલે પણ મામલતદાર કચેરીના 5 કર્મચારીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

Share This Article