ભરૂચના મોટા ભોઈવાડ વિસ્તારમાંથી એક ઈસમ બે નાની બાળકીઓ સાથે બાઈક લઈને સોનેરી મહેલ તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક તેની બાઈકમાં એંજીનના ભાગે આગ લાગતા બાઈક ચાલકે અગમચેતી વાપરી તાત્કાલીક બાઈક પરથી ઉતરીને બન્ને બાળકીઓને પણ ઉતારીને સાઈડ પર ખસી ગયો હતો. સ્થાનિકો રહીશોએ તાત્કાલીક દોડી આવીને પાણી નાખીને આગને ઓલવી નાખવામાં સફળતા મેળવી હતી.સદનસીબે બનાવમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના મોટા ભોઇવાડ વિસ્તારમાં ચાલતી બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે સમય સૂચકતા વાપરીને બાઇક પરથી ચાલક ઉતરી ગયો હતો. અને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને બાઇકમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -