દેસાઈ ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગુમાનદેવ કોવિડ કેર તેમજ ઉમલ્લા સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું..દેસાઈ ફાઉન્ડેશન અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ બહેનોને રોજગાર પૂરું પાડવાની સરાહનીય કામગીરી કરી રહી છે ભરૂચ જિલ્લામાં અલગ અલગ ગામોમા કોરોનાની મહામારીમા નિશુલ્ક કોટન માસ્કનું વિતરણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સંસ્થા દ્વારા ખાસ કરીની કોરોનાની મહામારીમાં પીડાઇ રહેલી મહિલા દર્દીઓને તેમજ સરકારી હોસ્પિટલની મહિલા કર્મચારીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરવામા આવ્યું હતું. સંસ્થા તરફથી ભરૂચ જીવન જ્યોત હોસ્પિટલ તેમજ ગુમાનદેવ આવેલ કોવિડ કેર તેમજ અવિધા તેમજ ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા કર્મચારીઓ ને નિશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવા મા આવ્યું હતું…
