ભરૂચ જિલ્લાના જંબુસરમાં સ્વરાજભવન આઇસોલેશન વોર્ડ ખાતે બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ડોક્ટર હેગડેવાર જન્મશતાબ્દી સેવા સમિતિને બીએપીએસ સંસ્થાના સંતો દ્વારા અર્પણ કરાયા આ સહિત તાલુકાના અન્ય સ્થળે પણ આ મશીન તાલુકાના અગ્રણીઓને અર્પણ કરાયાં હતાં. હાલ ચાલી રહેલી કોરોના મહામારી ઠેરઠેર દર્દીઓ વધતા રહે છે જ્યાં ત્યાં દર્દીઓને ઑક્સિજનની જરૂરિયાત પડતી હોય પરંતુ જરૂરિયાતો સંતોષાતી ન હોય બીએપીએસ સંસ્થા સમાજનાં દરેક કાર્યોમાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. બીએપીએસ સંસ્થા સદાવ્રત શૈક્ષણિક સામાજિક ધાર્મિક શહીદી સમાજ ઉદ્ધારક કાર્ય કરે છે સમાજની પડખે રહેવાનું કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદ થકી ભારત સહિત દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે
લોકડાઉન સમયે પણ શાકભાજી અનાજ દવા સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું ઘણા લોકો ઓક્સિજનના કારણે અક્ષરનિવાસી થયા છે હાલના સમયમાં દવાખાના ખુબજ ખર્ચાળ થઈ ગયાં છે જેને લઈ સમાજ ને સહકાર આપવાનું બીએપીએસ સંસ્થા દ્વારા નક્કી કરી સ્વરાજ ભવન ખાતે કાર્યરત આઇસોલેશન વોર્ડ ખાતે તથા તાલુકાના અન્ય ગામોમાં મળી કુલ પાંચ ઓક્સિજન કોન્સન્ટે્ટર મશીન કોરોના દર્દીઓ જરૂરિયાતમંદોની સારવાર માટે જ્ઞાાનવીર સ્વામી તથા રાજેશ્વર સ્વામી અને બ્રહ્મનીલઈ સ્વામીના હસ્તે અર્પણ કરાયા હતા. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ, માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલ સહિતના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતાં…
