ભરૂચ ખાતે રાઇડ ફોર ગ્રીન સાયકલ રેલી યોજાઇ, હતી. જેસીઆઈ ભરૂચ અને ભરૂચ સાયકલીસ્ટ ગુપના સહયોગથી પર્યાવરણના રક્ષણ માટે સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ ડો.ભગુભાઇ પ્રજાપતી, જે.સી.આઈના પ્રમુખ જેસી જગદીશભાઈ પટેલ, અમૂલના માર્કેટિંગ હેડ જયસીલભાઈ મોદી તેમજ જેસી પુસ્કરભાઈ જોષી, જેસી મયુરિકાબેન રાજપુત, અને રાજવીરસીંહ ઠાકોરે ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી ભરૂચ શહેરના આઇનોક્સ’ ઝાડેશ્વરથી ક્સક ‘સ્ટેશન, પાંચબતી, શક્તિતાથ સર્કલ થઈ માતરીયા તળાવ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં નારાયણ સ્કુલના વિદ્યાથીઓ અને ભરૂચ સાયકલીસ્ટ ગૃપના સભ્યો’ જેસીસના સભ્યો થઈ ૧૨૦થી વધુ સભ્યો જોડાયા હતા. રેલી સમાપન પ્રસંગે સૌને સર્ટીફીકેટ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમુલ તરફથી સૌને ફ્લેવર્ડ દુધની બોટલ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. પ્રોજેકટ ઈન્ચાર્જ જેસી જગત જોષી અને જેસી વિક ચેરમેન જેસી દીશા ગાંધી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
