માલધારી સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંદીપ દેસાઈને સાથે રાખી ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં ભરૂચ શહેર નગર પાલિકા દ્વારા કેટલાય સમયથી ગૌપાલકની ગાયોને રખડતા ઢોર માની બેઠેલા નગરપાલિકા દ્વારા તેમને પકડવા માટે નો કોન્ટ્રાક્ટ ભરૂચની એક ખાનગી સંસ્થાને આપ્યાનો આક્ષેપ કરતા જે પોતાના મનસ્વી વર્તનથી આ કાયૅ કરે છે એવો પણ આક્ષેપ કર્યો હતો.તેઓ ફક્ત ને ફક્ત દૂધ આપનારી ગાયોને જ પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપે છે એવા પણ આક્ષેપો કર્યા હતા ગૌપાલકો પાસેથી ગૌમાંતાના નામે ડબલ રૂપિયા દંડ વસુલ કરી આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ ગૌપાલકોને ગૌમાંતા આપે છે આ રીતે આ પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌમાંતાના નામે ખુલ્લી લુટ ચાલુ કરી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા. ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ઝીણા ભાઈ અને સમસ્ત માલઘારી સમાજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંદીપ દેસાઈ અને કાયૅકરો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માલધારી સમાજે માંગ કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -