ભરુચ- મુસ્લિમ સમાજના યુવક-યુવતીઓનો પાંચમાં સમુહ શાદીનું આયોજન

Subham Bhatt
2 Min Read

ભરુચ જિલ્લાના ઝઘડિયાના તરસાલી ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના યુવક – યુવતીઓનોપાંચમાં સમુહ શાદીનું આયોજન કરાયું, આયોજિત સમૂહશાદીમાં ૨૮ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતા. ઝઘડીયા તાલુકાનાતરસાલી ગામે આવેલ અમીર નસીર પેલેસ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજનાં યુવક યુવતીઓનોસમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રૂખ ચિશ્તીની હાજરીમાંખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા પાંચમાં સમુહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવસમારોહમાં ૨૮ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા દુલહનોને પલંગ, તિજોરી , કપડાં,રસોડા સેટ મળી કુલ ૭૩ જેટલી ઘરવપરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, ટ્રસ્ટના ખજાનચી હાજી અબ્દુલકાદર શેખ તેમજ સેક્રેટરી મલેક મખદુમ અહેમદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં થતા ખોટા ખર્ચાને દૂર કરવા માટે આ સમૂહ શાદીનું આયોજન દર વર્ષે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

Bharuch: The fifth group wedding of young men and women of the Muslim community

સમુહ લગ્નોત્સવ સમારોહનું સમગ્ર આયોજન અજમેરના ગાદીપતી હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રૂખ ચિશ્તીનામાર્ગદર્શન હેઠળ ખ્વાજા નસીરુદ્દીન ચીસ્તી ટ્રસ્ટના પ્રમુખ હજરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી,ખ્વાજા અમિર નિશિર ચિશ્તી,ઉપપ્રમુખ હજરત ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી, ખ્વાજા રીયાજુદ્દીન ચિસ્તી, તેમજ ખ્વાજા જીયાઉદ્દીન ચિશ્તીની નિગરાણીમાંતમામ આયોજન પાર પાડવામાં આવ્યું હતું, તરસાલી ખાતે આયોજીત સમુહ લગ્નોત્સવ સમારોહમાં અમદાવાદથી ચિશ્તીયા પરિવારના સદસ્યો હાજર રહ્યાં હતાં,તેમજ ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા , ભરૂચ તાલુકાના હોદ્દેદારો અને અન્યમહેમાનોએ હાજરી આપી હતી.

Share This Article