અંક્લેશ્વરનાં પીરામણ રોડ પર આવેલ ઝમ ઝમ એપાર્ટમેન્ટનાં એક ફ્લેટનું તાળુ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. મકાન માલિક વિદેશમાં હોવાથી ચોરી અંગેનો અંદાજ કાઢી શકાયો નથી. જો કે એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અંક્લેશ્વરનાં પીરામણ તરફ જવાના રોડ ઉપર આવેલ ઝમ ઝમ વીલા ફ્લેટ્સમાં મકાન નંબર એ-૨૦૩ નઇમ પટેલની માલિકીનો છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કુવૈત ખાતે રહે છે, આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી કબાટો તોડી ચોરી કરી હતી. તો એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે કે ભરૂચ જિલ્લાના એક ગામમાં લઘુશંકાએ ગયેલી મહિલા પર ચાર યુવાનોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ગામ લોકો ત્યાં પહોંચી જતા ગામની મહિલાઓએ ચારેય નરાધમોને ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -