ભરુચ- કેરવાડા ખાતે ઉર્સ અને સંદલની વિધિ સંપન્ન કરાઇ

Subham Bhatt
1 Min Read

Bharuch- Third Patotsav of Laxminarayan temple of Amod celebrated with fanfare

ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ખાતે પરંપરાગત દાજીપીર દરગાહના ઉર્સ અને સંદલની વિધિ સંપન્ન કરાઇ.તાજેતરમાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે આવેલ દાજીપીર દરગાહના પરંપરાગત ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવીહતી. કોમી એકતાના પ્રતિક દાજીપીરની દરગાહ ખાતે પ્રતિવર્ષ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. રવિવારના રોજ સંદલ શરીફતેમજ આજરોજ ઊર્સની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત ઉજવાતા ઉર્સમાં સંડળ શરીફની વિધિ મુસ્લિમ બિરાદરોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. ઉર્સ શરીફની ઉજવણીમાં લોક ડાયરા સાથે કવ્વાલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ ઊર્સમાં આસપાસના ગામ સહિતના વિસ્તારોમાંથી હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકોએ હાજરી આપી હતી…

Share This Article