કુટુંબ પ્રબોધન જિલ્લા ભરૂચ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી નગર, જલારામ મંદિર ના પટાંગણમાં શક્તિનાથ, ભરૂચ ખાતે વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુટુંબ પ્રબોધન ભરૂચ જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગૌસ્વામી, નગર સંયોજક પ્રકાશચંદ્ર પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કૃણાલભાઈ રાણા, હિરેન પટેલ, વિક્કી પટેલ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ સંગિતાબેન ધોરાવાલા તથા હિતીક્ષાબેન પટેલ,નરગીશબેન પરમાર, તૃપ્તિ બેન, વર્ષાબેન તથા પ્રકૃતિ પ્રેમી લલિતભાઈ શાહ, દિલીપભાઈ પરમાર,નરેનભાઈ સોનાર, ઈન્દ્રવદન રાણા તથા સ્કુલ ના શિક્ષકો વગેરે હાજર રહ્યાં હતા અને વૃક્ષારોપણ કર્યુ હતુ…
