ભરૂચ : યુવાનનું ખાડીમાં ડૂબી જવાથી મોત

admin
2 Min Read

આમોદ નગરમાં રહેતા બે યુવાનો મચ્છી પકડવા માટે આછોદ ગામે મોટા પુલ પાસે આવેલી ખાડીમાં મચ્છી પકડવા ગયા હતા. જ્યાં જલારામ નગરમાં રહેતા યુવાનનું જાળ નાખવા જતા ડૂબી ગયો હતો. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં રહેતા બે મિત્રો ઠાકોર મંગળ વસાવા રહે. જલારામ નગર આમોદ તેમજ જીજ્ઞેશ મુકેશ વસાવા રહે તાલુકા પંચાયત નગરી આમોદ બંને મચ્છી પકડવા માટે આજે સવારના સમયે આછોદ ગામે આવેલા મોટા પુલ પાસે ખાડીમાં મચ્છી પકડવા માટે જાળ લઈને ગયા હતા. અને પાણીથી ભરેલી ખાડીમાં ઉતરી મચ્છી પકડવા માટે જાળ નાખતા હતા.તે સમયે ઠાકોર મંગળ વસાવા પગ લપસી જતાં ખાડીમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને બચાવો બચાવો ની બુમો પાડતો હતો. પરંતુ તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.જ્યારે બાજુમાં ઉભેલા મિત્રે પણ ડૂબતા મિત્રને બચાવવા બચાવો બચાવો ની બુમો પાડી હતી.પરંતુ ત્યાં કોઈ ના હોય અને તરતા પણ આવડતું ના હોય ઠાકોર વસાવા ડૂબી ગયો હતો. ત્યાર બાદ ઘરે જાણ થતાં આમોદના સ્થાનિક તરવૈયા યુવાનોએ તેની લાશને બહાર કાઢી હતી. આમોદ પોલીસે સ્થળ ઉપર પહોંચી ઠાકોરની લાશને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડી પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને લાશ પરત કરી હતી. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

 

Share This Article