પંચમહાલ : શહેરાના ખોજલવાસા ખાતે સેવાસેતુ કાર્યક્રમ

admin
1 Min Read

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને સ્વચ્છ અને શૌચમુક્ત બનાવવાના આદર્શોનો અમલ કરવાના બદલે ગરીબોની આ સુવિધાઓમાં પણ શૌચાલય કૌભાંડના આ બહુચર્ચિત કિસ્સાની સામૂહિક રજુઆત ખોજલવાસા ગામે યોજવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં શહેરા મામલતદાર સમક્ષ ગંભીર આક્ષેપો સાથે કરવામાં આવતા શહેરા તાલુકાના વહીવટી તંત્રમાં એમાં પણ મુખ્યત્વે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટી તંત્રમાં શૌચાલય કૌભાંડના મુદાએ ભારે હલ્લાબોલ સજર્યો હતો. ખોજલવાસા ખાતે સેવા સેતુના યોજાયેલા આ અરજદારોની ભરચક હાજરીઓ વચ્ચેના આ કાર્યક્રમમાં ખોજલવાસા ગ્રામ પંચાયતના બારીઆ ફળીયું, પટેલ ફળીયું અને તળાવ ફળીયાના લાભાર્થી રહીશોને તમારા શૌચાલયો મંજુર થઈ ગયા છે આ જણાવીને દેખાવ ખાતર ખાડાઓ ખોદીને જરૂરી દસ્તાવેજો લઈ ગયા બાદ આ શૌચાલયોની સુવિધાઓ છેલ્લાં એક બે વર્ષથી અદ્રશ્ય જ થઈ ગઈ છે. અંદાજે આ ત્રણ ફળીયાના ૭૦ ઉપરાંત લાભાર્થીઓના શૌચાલયો બનાવવામાં આવ્યા જ નથી આ શૌચાલયોના નાણાં કયાં ગયા હશે? આજ દિન સુધી સંલગ્ન વહીવટી તંત્રના જવાબદારો પણ સરખા જવાબો આપતા નથી . આ આક્રોશ સભર લેખીત આવેદન પત્ર ખોજલવાસા ગ્રામ પંચાયતના આ ત્રણ ફળીયાના રહીશો દ્વારા શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આપતા તેઓ પણ ગંભીર બન્યા હતા.

Share This Article