મહેસાણા : પેટાચુંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાઈ રહી છે.. આ તમામ બેઠકો પર ચૂંટણીને લઈને તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી પૂરજોશમાં ચાલી રહી હતી. ત્યારે આ છ બેઠકોમાં અરવલ્લી જિલ્લાની બાયડ, મહેસાણા જિલ્લાની ખેરાલુ, પાટણ જિલ્લાની રાધનપુર, મહિસાગર જિલ્લાની લુણાવાડા, અમદાવાદની અમરાઈવાડી અને બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર પેટાચૂંટણી પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ખેરાલુ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે લીમડી ગામે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર બાબુજી ઠાકોર પોતાના સમર્થકો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. આ ઉપરાંત મતદારોએ પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ તમામ બેઠકો પરના મતદાન મથકો પર યોજાઈ રહેલ મતદાન શાંતિપૂર્ણ યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે,  24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Share This Article