મહેસાણા : ખેરાલુ વિધાનસભા પેટાચુંટણી મામલો

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 6 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. અમરાઈવાડી, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા અને થરાદમાં યોજાનારી પેટાચૂંટણી માટેના EVM અને VVPATની ચકાસણી પુર્ણ થયા બાદ પેટાચૂંટણી માટે સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જ્યારબાદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોલીંગ બૂથે પહોંચી રહ્યા છે. ખેરાલુ વિધાનસભા પેટાચુંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો વહેલી સવારથી પોલીંગ બૂથ પર પહોંચી પોતાનો મત આપી લોકશાહીના આ પર્વની ઉજવણીના ભાગીદાર બન્યા હતા. ખેરાલુના મલેકપુર ગામે ભાજપ ઉમેદવાર અજમલજી ઠાકોરે પણ વહેલી સવારે પોતાના મતદાન બૂથ પર પહોંચી મતદાન કર્યુ હતું. મહત્વનું છે કે, મતદાનને લઈને EVM અને VVPATની સુરક્ષા માટે પોલીંગ બૂથ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની 24 ઓક્ટોબરનાં રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Share This Article