ભાવનગર : ગઢડાનો રમાઘાટ ડેમ વર્ષો બાદ થયો ઓવરફ્લો

admin
1 Min Read

ગઢડા (સ્વામીના) શહેરની મધ્યમાં ભાવનગરના દિવાન પટ્ટણી સાહેબે બંધાવેલો રમાઘાટ ડેમ કુદરતની મહેરબાનીથી વર્ષો બાદ ઓવરફ્લો થતાં સાધુ-સંતો અને ગઢડાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવા નીરના ઢોલ-નગારા સાથે વધામણાં કરી અદકેરૂ જળપૂજન કરવામાં આવ્યું હતું. ગઢડા (સ્વા.) પંથકમાં અવિરત વરસાદને પગલે ઓણ સાલના ચોમાસાએ પીવા અને સિંચાઈના પાણીની તકલીફમાંથી લોકોને મુક્ત કર્યો છે. પંથકમાં અવિરત વરસાદને પગલે ઓણ સાલના ચોમાસાએ પીવા અને સિંચાઈના પાણીની તકલીફમાંથી લોકોને મુક્ત કર્યો છે. દરમિયાનમાં ગઢડાના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ હતી. જેથી છેલ્લા ઘણાં વર્ષોથી કોરોધાકોડ જેવો રહેતો રમાઘાટ ડેમ આજે ઓવરફ્લો થઈ ગયો હતો. રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો હોવાના વાવડ મળતા જ ગઢડાવાસીઓ આનંદીત બની ગયા હતા. અને નગરજનો નવા નીરના વધામણા કરવા વહેલી સવારથી જ રમાઘાટ ડેમ ખાતે પહોંચી ગયા હતા. વર્ષો બાદ આવેલા નવા નીરને વધાવવા માટે સાધુ-સંતો, અગ્રણીઓ સહિતના લોકો ઢોલ-નગારા સાથે પહોંચ્યા હતા અને જળપૂજક કર્યું હતું. ડેમ ભરાવાથી કુદરતી સૌદર્ય માણવા લોકો આખો પરિવાર સાથે ઉમટી પડયા હતા.

Share This Article