ભાવનગર : હોમગાર્ડ જવાનનું પૈસાની લેતીદેતીના મામલે અપહરણ

admin
2 Min Read

ભાવનગરમાં જાણે કે ખાખીવર્દી પણ હવે સલામત નથી તેવા બનવો બની રહ્યાં છે તાજેતરમાં જ ભરતનગર પોલીસ મથકમાં  પીસીઆર વાનમાં ફરજમાં ડરાઇવર તરીકે રાત્રીના સમયે કામ કરનારા રાકેશ પરમાર નામના શખ્સનું 2 દિવસ પહેલા 6 શખ્સોએ અપહરણ કરતા ચકચાર મચી જવા પામી હતી. હોમગાર્ડ જવાના રાકેશ પરમાર હોમગાર્ડ ની સાથો સાથ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન અપાવવાનો ધંધો પણ કરે છે અને તેમાં તેમને તજેતરમાં રામપર ગામના એક યુવકને 14 લાખની લોન પાસ કરાવી દીધી હતી અને તેના કમિશન પેટે રાકેશે 1.20 લાખ લીધા હતા જે લેતીદેતીના મામલે આ જવાનનું અપહરણ થયું હતું અપહરણ કરી હોમગાર્ડને ભરતનગરથી લાલચ આપીને એક કારમાં ઉઠાવીને કુક્ડ ગામે લઇ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. આ જ સમયે હોમગ્રાડ જવાનાના પરિવારજનો ફરિયાદ માટે ગયા અને તે જ સમયે અપહરણકારો ને જાણ થતા રાકેશ ને મુક્ત કરી દીધો હતો અને ફરિયાદ બાદ પોલીસે તમામ આરોપીને પકડી આગળ ની કામગીરી હાથ ધરી છે આ ગુન્હામાં વિપુલ નામનો મુખ્ય આરોપી કે જે દરજી નું કામ કરે છે અને તેને મશીનરી લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં 14 લાખ ની લોન મૂકી હતી જે રાકેશ એ પાસ કરાવી દીધી હતી આ ઘટના બાદ આરોપી વિપુલે કમિશનના પૈસા પાછા માંગતા આ મામલો બન્યો હતો જો કે આ ઘટનામાં અગાઉથી કમિશન નક્કી થયું હતું અને તેમાં 50000ની રકમતો રાકેશ એ પરત આપી દીધી હતી પરંતુ બાકીના 70000 રાકેશ પરતના આપતા અપહરણ કરવાનું પોલીસ તપાસમાં ખુલવા પાયું છે

Share This Article