ભાવનગર : સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

admin
1 Min Read

આજે સરદાર વલ્લભભાઈ પટેલનો 144મો જન્મ દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે ભાવનગર પોલીસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ ક્રેસન્ટ સર્કલથી પ્રારંભ કરી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પરેડને ભાવનગરના રેન્જ આઈ.જી દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી. ત્યારે પરેડમાં પોલીસ તંત્ર દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક, DYSP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે પરેડમાં પોલીસ, ટ્રાફિક, NCP, નેવી અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આજે મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી હતી. જે બાદ આયોજીત પરેડમાં ભાગ લીધો હતો. કેવડિયા કોલોની ખાતે હેલિપેટ ગ્રાઉન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. એકતા પરેડ થકી દેશ તથા દુનિયાને ભારતની તાકાતના દર્શન થયા છે. સવારે 8.30 વાગ્યે પરેડની શરૂઆત અને એક કલાક સુધી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

 

Share This Article