જેતપુરમાં ખેડૂતોને મોટું નુકશાન

admin
1 Min Read

જેતપુર તાલુકા કોંગ્રેસ સંમતિ દ્વારા ચાલુ વર્ષ  વાયુ તથા મહા વાવાજોડાને કારણે તેમજ કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો તૈયાર થયેલો પાક બગડી ગયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક પાકનું વળતર ચુકવવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદ, અતીવૃસ્તી અને માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પાણી ન સુકાતા પાક બળીને સડી ગયો છે. જેને ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરતા પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો પાક સહાય તેમજ પાકવિમાની માગણી કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે સતત ત્રીજા વર્ષે મોરબી જીલ્લામાં ખેડૂતો નુકશાનીમાં મુકાયા છે. ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં 184% જેટલો વરસાદ નોંધાયો છે અને જેના લીધે ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકશાન પહોચ્યું છે. ભારે વરસાદ બાદ સતત પડેલા માવઠાએ તો ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવી લીધો છે. પરંતુ હવે સરકારના નિવેદનો અને પાક વીમાકંપની નિયમોના બહાને ખેડૂતોની માથાકૂટમાં વધારો કરી રહી છે. તેવામાં જગતના તાતનો આક્રોશ ભભૂકી રહ્યો છે.

Share This Article