11 ઓક્ટોબરે ટકરાશે બીગસ્ટાર્સની ફિલ્મસ !

admin
1 Min Read

સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’ નાગા સાધુઓ પર આધારિત છે. આ ફિલ્મ 11 ઓક્ટોબર, દશેરાના દિવસે રિલીઝ થશે જોકે, હવે આ ફિલ્મ 11 ઓક્ટોબરે જ રિલીઝ થશે

એ વાત પર ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ એલ રાયે જાહેરાત કરી છે,આ જ દિવસે પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ થઈ રહી છે,

ડિરેક્ટર નવદિપ સિંહની ‘લાલ કપ્તાન’નું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સૈફ અલી ખાનનો અલગ જ લુક જોવા મળ્યો હતો. આ ટીઝરને ચાહકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં બે ભાઈઓના ઝઘડાં તથા બદલાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ સૈફ અલી ખાને ઘણાં સમય પહેલાં જ પૂરું કરી લીધું છે.વાત કરીએ આ દિવસે રિલિઝ થનારી ફિલ્મોની તો આ દિવસે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’, કુનાલ ખેમુની ફિલ્મ ‘લૂટકેસ’,અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝૂંડ’ પણ રિલીઝ થશે…..

Share This Article