ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને લખ્યો પત્ર, સરકાર સમક્ષ કરી આ માંગ

admin
1 Min Read

કોરોનાની મહામારીને ઈ હાલ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ છે. તો ગરીબ વર્ગ, ખેડૂતો અને સામાન્ય વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

વૈશ્વિક મહામારી કોરોના ને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં રાજ્યનો ગરીબ અને માધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ અને મે મહિના ના વીજબિલ માં રાહત આપવા મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

મુખ્ય મંત્રીને લખેલા પોતાના આ પત્રમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ‘કોરોના વૈશ્વિક મહામારી ને પગલે આપવામાં આવેલ લોકડાઉનના પરિણામે રાજ્યની મોટાભાગની જનતા પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહી છે.

વધુમાં ઉનાળાના દિવસો હોવાથી વીજ વપરાશ પણ સરેરાશ કરતા વધુ થઈ રહ્યો છે. તેથી સરકાર દ્વારા માર્ચ, એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદ્દત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. જોકે છેલ્લા ૫૯ દિવસના લોકડાઉનના પરિણામે આટલી સહાય પૂરતી નથી. તેથી સરકારને વિનંતી છે કે ગરીબ, ખેડૂત તથા મધ્યમ વર્ગના લોકોનું એપ્રિલ અને મે માસના વીજ બિલમાં રાહત આપવામાં આવે.

Share This Article