રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ

admin
1 Min Read

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમી તેની ચરમસીમાએ પહોંચી ગઇ છે, પરંતુ આ વર્ષે મહામારી રુપે ફેલાયેલા કોરોના સંક્રમણ વચ્ચે સૂરજ પણ તાપ વરસાવી રહ્યો છે જેઠ માસના પ્રારંભે જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.

આકાશમાથી જાણે અગનગોળા વરસતા હોય તેમ બપોરે અસહ્ય તાપથી લોકો તોબા પોકારી ગયા છે. છેલ્લા ચાર દિવસથી ગરમીનું જોર જારી છે ત્યારે આગામી દિવસોમાં ગરમીથી લોકોને રાહત મળે તેવી સંભાવના નથી.

અમદાવાદ-ઈડર-મહેસાણા અને ગાંધીનગર શહેરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાજકોટમાં 42 ડિગ્રીનું તાપમાન નોંધાયુ હતું. તો ભૂજમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો.

મહત્વનું છે કે મે મહિનામાં ભારતના અનેક ભાગમાં ચોમાસા પહેલાંનો વરસાદ થયો છે. જેના કારણે હજી સુધી લૂ લાગવાની શરૂઆત થઈ નહોતી.

પરંતુ હવે પારો વધવાની સાથે જ લૂનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. જેથી ગરમીની લૂથી બચવા માટે સતત પ્રવાહી પીવાનો તબીબો દ્વારા આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

Share This Article