ભાજપે રાહુલનો જૂનો વીડિયો શેર કરી બોલતી કરી દીધી બંધ….

admin
1 Min Read

છેલ્લા કેટલાક દિવસોથી કૃષિ કાયદાને લઈ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો આ મામલે વિપક્ષ કોંગ્રેસ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે અને આ કાયદો ખેડૂત વિરોધી હોવાના આક્ષેપો કરીને પરત લેવા માંગ કરી રહી છે. 

ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કિસાનોના મુદ્દાને લઈને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.  

તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લેતા જણાવ્યું કે, દેશ હિત, કિસાન હિતથી તમારે કંઈ લેવા-દેવા નથી. તમારે માત્ર રાજનીતિ કરવી છે, પરંતુ તમારૂ દુર્ભાગ્ય છે કે હવે આ પાખંડ ચાલશે નહીં. દેશની જનતા અને કિસાન તમારા બેવડા ચરિત્રને જાણી ચુક્યા છે. જેપી નડ્ડાએ આ સાથે એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી લોકસભાની અંદર ફૂડ પાર્કને લઈને પોતાનું નિવેદન આપી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ શું કહ્યું જુઓ વીડિયોમાં….

Share This Article