રાજકોટનો ચોંકાવનારો કિસ્સો : 10 વર્ષથી એક જ રૂમમાં બંધ હતા ભાઈ-બહેન , બારણું તોડી બહાર કઢાયા

admin
2 Min Read

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગ્રેજ્યુટ થયેલા ત્રણ ભાઈઓ બહેનો 10 વર્ષથી ઘરમાં પુરાયેલા હતા. જેમની અઘોરી જેવી થઈ ગઈ હતી જટાઓ. ત્યારે સામાજીક સંસ્થાને જાણ થતાં ત્રણેય ભાઈઓ બહેનો ઘરમાંથી 10 વર્ષે બહાર લાવી તેમને નવડાવી, વાળ દાઢી કરી નવા કપડાં પહેરાવી નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે.

LLB બીકોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચુકેલા બે ભાઇ અને એક બહેનની માનસિક સ્થિતી ખરાબ થઇ હતી. જેથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતી ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઇ-બહેને આ કૃત્ય આચર્યું હતું. જેથી સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા.

સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ તો ત્રણેય ભાઈ બહેન ને એક બાદ એક તેમના વાળ ને દાઢી કરાવી આપ્યા હતા તો સાથે જ ત્રણેય ભાઈ બહેનને નવડાવી તેમને નવા કપડાં પણ પહેરાવ્યા હતા. તો બીજી તરફ આ ત્રણ સંતાનોના પિતા નવીનભાઈ મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી મારા સંતાનો આજ હાલતમાં ઘરની અંદર પુરાઈને રહે છે હું જે કંઈ પણ બહારથી જમવાનું લઈ આપુ તે જમવાનું જમી ને ત્રણેય સંતાનો ઘરની અંદર પડ્યા રહે છે તો સાથે જ નવીનભાઈ મહેતા અંધશ્રદ્ધા ની અંદર મોટા પ્રમાણમાં વિશ્વાસ દાખવીને પોતાના સંતાનો પર પોતાનો જ પરિજને મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તે પ્રકારનું જણાવ્યું હતું. તો સાથે જ મિડિયાને જણાવ્યું હતું કે તેમણે વર્ષોસુધી દવા અને દુવા બંને કરી છે રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓ ના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યુ છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. નવીન ભાઈ નું કહેવું છે કે મારા મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે જેને વકીલ નો અભ્યાસ કર્યો છે તેમ જ તે વકીલાત પણ કરતો હતો.

Share This Article