વડોદરાના ડભોઈમાં યોજાયો ભાજપ સંરચના કાર્યક્રમ

admin
1 Min Read

ભારતીય જનતા પાર્ટીના ચાલી રહેલા સંગઠન સંરચના નિમિતે તાલુકા- શહેરનાં પ્રમુખ મહામંત્રીની નિમણૂંક અંતર્ગત વડોદરા ડભોઇ પટેલ વાડી ખાતે ભાજપ સંરચના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડભોઈમાં 3 વર્ષ સુધી નવા તાલુકા અને શહેર પ્રમુખ તેમજ મહામંત્રીઓની વરણી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ સંરચના અધીકારી કુબેરસિંહ ડિંડોર, પ્રભારી વડોદરા જીલ્લાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખો અને મહામંત્રીઓને ભાજપના સર્વે કાર્યકરોએ ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ડભોઇ શહેર ભાજપા પ્રમુખ તરીકે ડો.સંદીપભાઈ શાહની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે ડભોઈ તાલુકા પ્રમુખ તરીકે દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે કલ્પનાબેન પટેલ, વકીલ અશ્વીનભાઈ પટેલ, વી.જે.શાહ, સહિત ભાજપના તાલુકા અને શહેરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

Share This Article