ભરૂચ જિલ્લાના દહેજ ખાતે વેલ્ડીંગ દરમ્યાન ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થતા એક વેલ્ડરને ઇજા પહોંચી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તાર પાર્ક કરેલા વાહનનોને પણ નુકશાન થયું છે.સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, દહેજ ચોકડી ખાતે આવેલી એક વેલ્ડીંગની દુકાન ઉપર કેમિકલનું વહન કરતું ખાલી ટેન્કર રીપેરીંગ કામ માટે આવ્યું હતું. કેટલાક કારીગરો ટેન્કરની ટાંકી ઉપર વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા તે વેળા અચાનક ટાંકી ધડાકાભેર ફાટી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ હતી. ટાંકીનો કાટમાળ વાગવાને કારણે એક વેલ્ડરને ઇજા થતાં સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યો છે. ટેન્કરની ટાંકીમાં રાસાયણીક પ્રક્રિયાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ દરમ્યાન વેલ્ડીંગની દુકાનની આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનોને પણ મોટું નુકશાન થયું છે. બનાવની જાણ દહેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
