ભરૂચ- આમોદ તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું

admin
1 Min Read

ભરૂચના આમોદ તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન નાહિયેર ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળોનું આયોજન કરેલ છે તે અંતર્ગત આમોદ તાલુકામાં નાહિયેર ગુરુકુળ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી આવી હતી બ્લોક હેલ્થ મેળામાં વિવિધ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી જેમાં વિવિધ સ્ટોલ ઉભી કરી આરોગ્ય સંભાર સેવાઓ, યુનિક હેલ્થ આઈ.ડી કાર્ડ કાઢી આપવામાં આવ્યા આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તેમજ જુદા જુદા ચેપી -બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર તજજ્ઞો ડોકટરો દ્વારા કરવામા આવ્યું હતું.

આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ વિમલ પટેલે તેમજ નાહિયેર ગુરુકુળ ના ડીકે સ્વામી તેમજ આમોદ ના મામલતદાર ડો. જીગ્નેશ પટેલ વગેરે દ્વારા વિવિધ વિકાસ યોજનાઓનો લાભ, તાલુકા ભરના વંચિતો અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પણ આ વેળા હિમાયત કરી હતી નાહિયેર ગુરુકુળ ખાતે યોજાયેલા કાર્યક્રમમા જિલ્લાના તેમજ ગ્રામીણકક્ષાના આરોગ્ય કર્મીઓ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો સહિત નાહિયેર ગુરુકુળ ના ડીકે સ્વામી,તાલુકા પંચાયત પ્રમુખ વિમલ ભાઈ પટેલ, તાલુકા મહામંત્રી ડો. રાઉલજી, નાયબ કલેકટર કલાસરિયા મામલતદાર ડો. જીજ્ઞેશ પટેલ. તાલુકા હેલ્થ ઓફિસર ડો કંચન કુમાર સીંગ, ડો. મુનિરાં,વિગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article