ભરૂચ- ઓટોરિક્ષા ચાલકે ડોક્યુમેન્ટ ભરેલ પર્સ મૂળ માલિકને કર્યું પરત

admin
2 Min Read

આજના યુગમાં પણ માનવતા અને ઈમાનદારી જીવિત હોવાનું સાબિત કરી આપતો કિસ્સો નોંધાયો,સુરતના એક ઓટોરિક્ષા ચાલકે જરૂરી ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ પરત કરી માનવતા મહેકાવી, પાસપોર્ટ સહીત જરૂરી ડોક્યુમેન્ટ મળતા પાકીટ ધારકે ઓટોરીક્ષા ચાલકનો આભાર વ્યક્ત કર્યો. સુરતમાં ઈમાનદારી જીવિત હોય તેવો કિસ્સો નોંધાયો. જેમા એક પેસેન્જર તરીકે અલી હસનેન ભોજાણી જે રેલવે સ્ટેશનથી ઉધના તરફ આવી રહ્યા હતા. જેવો રીક્ષા નંબર જીજે. 05 સીટી 4425 માં બેસી પોતાનું સ્ટેશન આવતા ઉધના દરવાજા આવતા ઉતરી ગયા હતા. જોકે થોડા સમય બાદ અલી હુસેન ભોજાણીને માલૂમ પડ્યું કે જરૂરી ડોક્યુમેન્ટ ભરેલ બેગ રિક્ષામાં રહી ગઈ છે.

આસપાસમાં જે તે ઓટોરીક્ષા નજરે ન આવતા તેઓ નજીકના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી પોતાની ઘટના હાજર પોલીસ કર્મીને જણાવી હતી. થોડા સમય બાદ અલી હુસેનના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેઓ જણાવ્યું હતું કે તમારું બેગ મારી ઓટોરિક્ષામાં રહી ગયું છે જેથી તમે જ્યાં હોય ત્યાં હું આવી તમારું બેગ આપી જાઉં છું. જેથી ઉમાશંકર રાજપૂત નામના ઓટોરીક્ષા ચાલકે સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી અલી હુસેનને બેગ પરત કર્યું હતું ત્યારે ઉમાશંકરે જણાવ્યુ હતું કે તમારા બેગમાંથી એક વીઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું જેના પર ફોન કર્યો હતો. ત્યારે ઈમાનદારીની મિશાલ ઉભી કરતા ઉમાશંકર રાજપૂતને પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વધાવી લઈ તેમને શાબ્દિક સન્માન આપ્યું હતું. જયારે પોતાના અગત્યના કાગળો ભરેલ બેગ સહી સલામત મળી આવતા અલી હસનેન ભોજાણી પણ રાજી થઈ ઉમાશંકરનો આભાર માન્યો હતો. ત્યારે ઈમાનદારી અને માનવતા આજે પણ દુનિયામાં જીવિત છે જેનું ઉદાહરણ એક ઓટોરીક્ષા ચાલકે પૂરું પાડ્યું છે…

Share This Article