બોલીવુડના સ્ટાર્સ પહોંચ્યા રિતેશ સિધવાનીની પાર્ટીમાં

admin
1 Min Read

બોલીવુડના લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા તાજેતરમાં જ પ્રૉડ્યૂસર રિતેશ સિધવાનીની બર્થડે પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા.પ્રૉડ્યુસર રિતેશ સિધવાનીની પાર્ટીમાં મલાઇકા અને અર્જુન સિવાય બોલીવુડના જાણીતા સિંગર કનિકા કપૂર, અભિનેતા ડિનો મોરિયા અને અમૃતા અરોરા પણ પહોંચ્યા હતા.ઘણાં મહિનાઓ સુધી પોતાના રિલેશનશિપ વિશે મૌન રહ્યા પછી અર્જુન કપૂર અને મલાઇકા પોતાના રિલેશનને સ્વીકારી ચૂક્યા છે. તાજેતરમાં જ ચર્ચા એ પણ હતી કે બન્ને ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં પણ બંધાવાના છે પણ આ બાબતે કોઇ જ ખુલાસો નથી થયો.અર્જુન કપૂર અને મલાઇકા અરોરા આ પાર્ટીમાં ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા. જ્યાં મલાઇકાએ સફેદ બ્રોડ નેક ટૉપ સાથે વાળ બાંધીને રાખ્યા હતા, તો અર્જુન કપૂરે બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં જ આષુતોશ ગ્વારિકરની ફિલ્મ પાનીપતમાં દેખાશે. તાજેતરમાં જ અર્જુને આ ફિલ્મની શૂટિંગ પણ પૂરી કરી લીધી છે. અર્જુન કપૂરની સાથે આ ફિલ્મમાં કૃતિ સેનન અને સંજય દત્ત પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

Share This Article