બુટલેગર આશુ અગ્રવાલની ધરપકડ

admin
1 Min Read

બનાસકાંઠાનો વોન્ટેડ અને કુખ્યાત બુટલેગર આશિષ ઉર્ફે આશુ અગ્રવાલની ધરપકડ કરવામાં અમીરગઢ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અમીરગઢ પોલીસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા કુખ્યાત બુટલેગરને રાજસ્થાનમાંથી ઝડપી લીધો હતો. પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત બુટલેગર આશિષ ઉર્ફે આશુ અગ્રવાલ સામે અત્યાર સુધીમાં 22 દારૂના ગુના ગુજરાત રાજ્યમાં નોંધાયેલ છે. જેમાં તેની 6 ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 16 ગુનાઓમાં તે નાસતો ફરતો હતો. આશિષ ઉર્ફે આશુ અગ્રવાલની ગુજરાતની બોર્ડરના રાજસ્થાન રાજ્યમાં રહેતા હોવાથી તે પોતાના માણસો દ્વારા નાની કાર જેવા વાહનોમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યુ છે. હાલ પોલીસે બુટલેગરને ઝડપી પાડી બે દિવસના રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે, આરોપી મોટાભાગે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ગાંધીનગર જિલ્લાઓમાં તથા સિરોહી જિલ્લામાં દારુનો સપ્લાય કરતો હતો.

Share This Article